ટંકારાના વિઠલાણી બંધુ ગરબીમા રમતી બાળાઓને લ્હાણી રૂપે ભેટ આપી અનોખી માઈ ભક્તિ કરે છે.

Advertisement
Advertisement
ટંકારાના પરેશ પિન્ટુ ની જોડી પોતાના ધંધા રોજગાર માથી દાન ધર્માદા માટે રકમ કાઢી ધર્મકાર્ય મા વાપરી માંયલા ને રાજી રાખવા ની શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરે છે. જે દરેકના નસીબમાં નથી હોતી.
હાલ હિંદુ ધર્મના નવલા નોરતા પર્વ ચાલી રહ્યા છે. સળંગ નવ દિવસ માતાજી ની આરાધના કરી અને નવરાત્રી સુધી માતાજીના ગરબા ગાઈને માઈ ભક્તિ કરવાનો માતાજી ની પુજા આરાધના, ભક્તિ કરવાના સળંગ નવ દિવસ ના લાંબા સમય સુધી નો પવિત્ર પર્વ છે. જેનો હિંદુ ધર્મ મા માનનારા દરેક વ્યક્તિ અને પરીવાર આસ્થાભેર ઉજવણી કરે છે. નવરાત્રી દરમિયાન દરેક ગામોમાં ગરબી મંડળો બાળાઓને ગરબે રમાડે છે. ટંકારાના સોસાયટી વિસ્તારમાં રહેતા અને  ધાર્મિક વૃત્તિના પરેશભાઈ અને પિન્ટુભાઈ વિઠલાણી નામના બંને ભાઈઓ ટંકારામા હાઈવે કાંઠે લીંબુ સરબત ની રેંકડી ચલાવી પરીવારનુ લાલનપાલન કરે છે. આર્થિક તવંગર નથી પરંતુ બંને ભાઈઓનુ હ્યદય ખૂબ વિશાળ છે. અતિ ધાર્મિક વૃત્તિ સાથે કોઈ પણ નુ દુઃખ જોઈ પોતે પિડાઈ એવા સંસ્કાર વારસાના સદગુણ તેમની ઉદાર ભાવનાથી છતા થયા વગર રહેતા નથી. બંને ભાઈઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં પહોંચી મહોલ્લા ની ગરબીમા રાસે રમતી બાળાઓ મા મા જગદંબા ના દર્શન કરી ગરબી મંડળ મા ગરબા રમતી દરેક દિકરીઓને પોતાના ખિસ્સામાંથી નાણા ખર્ચી લ્હાણી રૂપે યથાશક્તિ ભેટ પ્રસાદ રૂપે પુરસ્કાર આપી અનોખી માઈ ભક્તિ કરે છે. જુગલબંધી શહેરમા કોઈ પણ સ્થળે કોઈ પણ જાહેર ધાર્મિક ઉત્સવ કે પ્રસંગ હોય કે પછી સારા નરસા પ્રસંગે ધૂન ભજન કીર્તન હોય માલેતુજાર પહોંચે કે ન પહોંચે પરંતુ પિન્ટુ વિઠલાણી પોતાની ધર્મ પ્રત્યે ની લાગણી થી ભેટ લખાવવા અચુક પહોંચી ચુક્યા હોય છે. પરેશ પિન્ટુ ની ધર્મ પ્રત્યેના લગાવ અને લાગણીભર્યા સંસ્કાર ની નગરમા સરાહના થઈ રહી છે.