ટંકારા: આર્યનગર મા દોઢ દાયકાથી પ્રાચીન ગરબા ના તાલે બાળાઓ ગરબે રમે છે.

Advertisement
Advertisement
શહેરના હાઈવે કાંઠે વસેલા આર્યનગરમા હરીૐ ગરબી મંડળ ના સંચાલકો સળંગ નવરાત્રી સુધી બાળાઓને માતાજી સ્વરૂપે ગરબે રમાડી છેલ્લા નોરતે લ્હાણી આપી માતાજી ને વિદાય આપે છે .
                 
ટંકારા પંથકમા હજુ નવરાત્રી ગરબામા ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવો પશ્ચિમિ સંસ્કૃતિના વાયરા વાયા નથી. અહીંયા હજુ દરેક સ્થળે મા ભગવતી ની આરાધના કરી માતાજી સન્મુખ પ્રાચીન ઢબે જ ગરબે રમવાની પ્રણાલીકા અકબંધ છે. ટંકારા શહેરના હાઈવે કાંઠે દોઢ દાયકા પૂર્વે આર્યનગર ગામ વસ્યુ એ વખતથી શરૂ થયેલી પ્રાચીન ગરબીની શરૂઆત થઈ હતી. જે અહીંયા વસતા પરીવાર ના સંગઠન અને યુવાનોની મહેનત અને અનેરી સેવાથી મહેંકે છે. ગરબી મંડળમા ગરબે રમતી બાળાઓ ને નવરાત્રી દરમિયાન પ્રાચીન સંસ્કૃતિ જાળવીને ધાર્મિક ગરબાની લય ઉપર તાલબધ્ધ ગરબે રમાડવામા આવે છે.
ટંકારા અને જબલપુર બે ગામ ની વચ્ચે પંદર વર્ષ પૂર્વે નવા વિસ્તારમા અનેક પરીવારોનો વસવાટ શરૂ થયો અને
આર્યનગર ગામનુ નિર્માણ થયુ અને માનવ વસવાટ શરૂ થતા જ અહીંયા વસતા પરીવારના યુવાનો ઉપરાંત, આર્યનગર ના દરેક પરીવાર ની સુખ સુવિધા સગવડો માટે કાયમ દોડાદોડી કરનારા નાનજીભાઈ મેરજા અને ધીરૂભાઈ કાસુંન્દ્રાની રાહબરી હેઠળ હરીઓમ ગરબી મંડળની શરૂઆત થઈ હતી. અહીંયા ગરબી મંડળ ની બાળાઓને જુના વાજીંત્રો તબલા -દોકળ અને મંજીરા જેવા પ્રાચીન વાદ્યોના સાજ સરંજામ થી ગરબે રમાડવા માં આવે છે. અહીંયા બાળાઓ જુદા જુદા રાસ ઉપર દાંડીયા રમતી બાળાઓ અનેરૂ આકર્ષણ જમાવે છે. ગરબીના મંડપ મા પ્રવેશી ગરબે ઘુમતી દરેક બાળા મા ભગવતી નુ સ્વરૂપ છે. દરેક બાળામા મા નુ સ્વરૂપ હોવાથી તમામ શક્તિ સ્વરૂપા નુ અમે નત્ મસ્તકે સન્માન કરી ગરબે રમાડી છીએ એમ ગરબી મંડળ મુખ્ય સંચાલક નાનજીભાઈ મેરજા એ જણાવ્યુ હતુ.જાણકારી મુજબ આર્યનગર ગામ ટંકારા અને જબલપુર ના સિમાડા પર વસ્યુ છે. એ જમીન ના સર્વે નંબર જબલપુર મા આવે છે. પરંતુ તમામ વહીવટ ટંકારા સાથે જોડાયેલો રહ્યો છે. અહીંયા ના રહીશો પ્રારંભે જબલપુર ગ્રામપંચાયત મા જોડાયેલા હતા એકાદ વર્ષ પૂર્વે આર્યનગરને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળી હતી.પરંતુ ટંકારાને નગરપાલિકા નો દરજ્જો મળતા આ વિસ્તાર હવે પાલિકા મા ભળી ગયો છે. સોસાયટીના સેવકોએ વસવાટ વખતથી જ ગરબી મંડળ ની સ્થાપના કરીને નવરાત્રીના નવ દિવસ માતાજીના ગરબા ગાઈને મા ની આરાધના કરવામાં આવે છે. અહિયા હિંદુ શાસ્ત્રો ના ધાર્મિક પૌરાણિક શાસ્ત્રોના વર્ણન પ્રમાણે માઈ ભક્તિ કરી ધાર્મિક ઈતિહાસ જીવંત રાખવા પ્રયાસ થાય છે. જે સરાહનીય છે.