પાલિકામા ઈન્ચાર્જ અધિકારીઓ ઈદ ના ચાંદ જેમ દેખા દેતા હોવાથી ધણીધોરી વગરની પાલિકામા પંચાયતરાજ મા પેધી ગયેલા બે ક્લાર્ક અને પટાવાળાનુ શાસન ઉપરાંત વોટરવર્કસ કર્મચારીઓ મનમાની કરી મધરાતે પાણી વિતરણ કરી ડેલી ખખડાવે છે, હાઈવે તંત્ર ગરનાળુ બંધ કરી પ્રજાને ત્રસ્ત કરે છે. છતા મામલતદાર, ટીડીઓ, ચિફ ઓફિસર સહિત ના તમામ જવાબદારો જવાબદારી નિભાવવાને બદલે મુક તમાશો જોવે છે.

ટંકારાના હાઈવે કાંઠે વિકસેલા સોસાયટી વિસ્તારમા નગરપાલિકા શાસન આવ્યા પછી પિવાના પાણીની કાયમી પરોજણથી કંટાળેલી ગૃહિણીઓ સરઘસ રૂપે પાણી આપો ના પોકાર સાથે પાલિકાએ પહોંચી હતી. પરંતુ અહીંયા ધણીધોરી વગરની કચેરીમા કોઈ દાદ ફરીયાદ બહેરા કાને અથડાતા નિવેડો ન આવે તો આગામી દિવસોમા મહિલાઓ ગાંધીનગર ખાતે રાજ્યના મુ.મંત્રી સમક્ષ બેડા લઈ રૂબરૂ જવાનો અને પાલિકા રદ કરી પંચાયત પૂર્વવત કરવા ખાનગી મા તખ્તો ઘડાઈ રહ્યો છે.

ટંકારા શહેરના હાઈવે કાંઠે વિકસેલી પટેલ નગર, દયાનંનગર સહિતની સરદાર શાળા પાસેના વિસ્તારમા પંચાયતમાથી પાલિકા કાર્યરત થઈ ત્યારથી છેલ્લા ત્રણેક મહિનાથી પિવાના પાણી અને મહોલ્લામા સાફ સફાઈ ની પરોજણ કાયમી બની ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી સતત અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ દાદ દેતુ નથી. અહીંયા શેરી સફાઈ માટે સફાઈ કામદારો તો આવતા નથી. પરંતુ કચરો લઈ જવા આવતુ ટ્રેક્ટર પણ અનિયમિત આવે છે. અને ઘરે ઘરે થી કચરો ઉપાડવાને બદલે માર્ગ મા વેરતો જાય છે. પરીણામે સ્વચ્છતા ને બદલે આખા ગામનો ઉકરડો ઠાલવી ગંદકી કરતો જાય છે. જેનાથી માખી મચ્છર અને જીવજંતુ નો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઈ છે. ઉપરાંત, પાલિકાના અણઘણ વહીવટના પાપે પાણી ની પરોજણ હોવાથી ઘર, મકાન મા સ્વચ્છતા જાળવવી તો ઠીક પરીવારના સભ્યો નિયમિત નાહી ધોઈ સ્વચ્છ પણ થઈ શકતા નથી જેના કારણે માંદગી નુ પ્રમાણ વધ્યુ છે. હાલ પાલિકાનો વહીવટ ધણીધોરી વગર માત્ર કર્મચારીઓ પર ચાલતો હોવાથી કોઈ દાદ દેતુ નથી. અહીંયા પંચાયત ના મકાન મા બેસતી પાલીકા મા માત્ર બે જ કર્મચારીઓ ઉપર આખી પાલિકાના કામનુ ભારણ છે. એમા પંચાયત વખતે પદાધિકારીઓની દેનથી ઘુસાડેલો એક જુનો કર્મચારી કાયમ પ્રજાજનો પરેશાન થાય એવી વૃતિનો હોવાથી દરેક ને ઉડાઉ જવાબ આપી મુશ્કેલી નિવારવા ને બદલે વધારે છે એને પાણીચુ આપવાની જરૂર છે. હજુ ચોમાસાએ વિદાય લીધી જ છે. મુશળધાર વરસાદ પડ્યો છે. શહેર પર નર્મદા મૈયા ની મહેર હોવા છતા ધણીધોરી વગર માત્ર માણસો ના હાથ માં સંચાલન હોવાથી આખા નગર મા ત્રણ થી ચાર દિવસે પાણી વિતરણ થાય છે. અને એ પણ કોઈ નિયત સમયે નહીં ચોવીસ કલાકમા વોટરવર્કસ કર્મચારીઓ ઈચ્છે ત્યારે પાણી વિતરણ થતુ હોવાથી આખરે કંટાળીને સરદાર શાળા પાસેના દયાનંદ નગર અને પટેલ નગર સોસાયટી વિસ્તાર ની ભારતીબેન સંઘાત, હર્ષાબેન કુંડલીયા,ગીતાબેન કાંજીયા,ભારતીબેન ખટાણા, રાજશ્રીબેન ભિમાણી સહિતના અનેક મહિલાઓ ટોળા રૂપે ચોમાસાના વિદાય અને શિયાળાના આગમનની ઋતુમા પિવાના પાણી મામલે વલખા મારી કંટાળીને પાલિકા કચેરીએ ભડાસ કાઢવા પહોંચ્યા હતા. પરંતુ અહીંયા રાબેતા મુજબ પાલિકાના તમામ અધિકારી, કર્મચારીઓ ચાર્જ મા હોવાથી ઈદ ના ચાંદ ની માફક પ્રજાજનોના નસીબમા હોય તો દિદાર થઈ શકે આ પરિસ્થિતિમાં રાબેતા મુજબ પંચાયત વખતે પદાધિકારીઓએ મિઠી નજરથી ઘુસાડી દીધેલા બે કર્મચારી અને એક નિવૃત થયા બાદ પણ ચિટકી રહેલા પિયુન ની ત્રિપુટી એ મહિલાઓને સાંભળવા ની તસ્દી લીધી ન હોવાથી મહિલા ઓ લેખિત ફરીયાદ કરી સમસમી ને પરત ફરી હતી. હવે ટુંક સમયમા નિવેડો ન આવે તો મહિલાઓ નો રસાલો ખાલી બેડા લઈ ને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ પ્રજાના લલાટે ઠોકી બેસાડેલી પાલિકા ના અણઘણ અને ધણીધોરી વગરના મુદ્દે રાવ કરી ટંંકારાને ફરી પંચાયત પૂર્વવત કરી દોજખ માથી મુક્તિ આપવા માંગણી કરવા જવા માટે ખાનગીમાં તખ્તો ઘડાઈ રહ્યો છે.

————————————————————————
પાલિકામા ચિફઓફિસર-વહીવટદાર માત્ર કાગળ પર કામ કરતા હોવાનુ ચિત્ર.
————————————————————————
ગત ફેબ્રુઆરીમા ટંકારા આવેલા મુખ્યમંત્રીએ સરકારનો વિકાસ દેખાડવા ટંકારાની જનતાના લલાટે પંચાયતમાથી પાલિકા ઠોકી બેસાડયા બાદ જુલાઈથી પંચાયત સેવા પૂરી કરી પાલિકા નો વહીવટ શરૂ કરી દેવાયો હતો. પાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર સખીયાને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે જ્યારે ચિફ ઓફિસર તરીકે માળીયા ના ચિફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયા ઉપરાંત, એન્જીનિયર તરીકે માળીયાના અને એકાઉન્ટન્ટ તરીકે ગોંડલના કર્મચારીને ચાર્જ સુપ્રત કરાયો છે. પરંતુ ચાર્જ મા આવેલા તમામ માત્ર કાગળ પર વહીવટ ચલાવવા સિવાય કાંઈ ખાસ પ્રજા માટે ઉકાળ્યુ હોય એવુ દ્શ્ય હજુ જોવા મળ્યુ નથી. ઉપરાંત, ઉપરથી પણ કોઈ પુછવા વાળુ ન હોવાથી ઈદના ચાંદ ની માફક ઈચ્છા થાય તો જાણે પ્રજા માથે ઉપકાર કરતા હોય એમ ઉડતી મુલાકાત લઈ કામગીરી બતાવી રફુચક્કર થઈ જાય છે. મામલતદાર સ્થાનિકે હોવા છતા પાલિકા મા કોઈ વખત લટાર મારવાની તસ્દી લીધી ન હોય એ પ્રજાના લલાટે ઠોકી બેસાડેલા વહીવટદાર હોવા બરાબર છે. હાઈવે ઓથોરિટી પાસે એકેય અધિકારીઓ નુ કાંઈ ઉપજતુ ન હોય એમ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ નીચે ગરનાળુ માર્ગ મકાન વિભાગે બંધ કરી દીધુ છતા પ્રજાની વેદના મુદ્દે હજુ સુધી હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી એ પ્રજાના કપાળે સરકારે ઠોકી બેસાડેલા પાલિકાના નિમાયેલા નમાલા અધિકારીઓ હોવાનુ ચિત્ર સ્પષ્ટ થયુ હોવાથી આ મુદ્દે પણ મહિલાઓ સીએમ સમક્ષ રાવ કરવાની છે. ઉપરાંત, નવરાત્રીમા મહિલા ઓને પરેશાન કરવા મધરાતે બે વાગ્યે જાણી બુઝીને પાણી વિતરણ કરવામા આવતુ હોય છતા કોઈ સાંભળતું નથી. આ ગંભીર બાબતની નોંધ કોઈ લેતુ ન હોવાથી મહિલાઓ ની સુરક્ષા ના મુદ્દે પણ રાવ કરાશે.


