આ કેસની હકીકતો એવી છે કે મોરબી તાલુકાના પંચાસર ગામના નરેશભાઈ વશરામભાઈ પટેલએ કંચનબેન વાલજીભાઈ પટેલ વિગેરે સામે માનનીય શ્રી જીલ્લા કલેક્ટર સાહેબ મોરબી સમક્ષ રીવીઝન અરજી નો.૮/૨૦૨૩ થી પંચાસર ગામના સ.નં.૭૫૦ વાળી ખેતીની જમીન અંગેની નોંધ નાં. ૧૪૧૮, ૨૧૪૦, ૨૬૩૨, ૩૦૬૪, ૩૮૮૪, ૫૧૭૭ મા સર્વે નાં ૭૫૦ ના બદલે સર્વે ના. ૧૦૯ મુજબ સુધારો કરી તેનુ માપ એ.૫-૦૫ ગુઠા પ્રમાણે સુધારો કરવા તથા સર્વે નાં. ૧૦૯ નુ પાનુ બંધ કરવા રેકર્ડ દુરસ્ત કરવા અંગે અપીલ અરજી કરેલ જે અપીલ અરજીમાં સામાવાળા કંચનબેન વાલજીભાઈ વિગેરે તથા આશીષભાઈ મહાદેવભાઈ વિગેરેના વકીલશ્રી ભાવેશભાઈ ડી.ફુલતરીયા તેમજ આર.જે. જોષીની કાયદાકીય અને રેવન્યુ રાહેની ધારદાર દલીલો તેમજ કાર્યક્ષેત્રના મુદ્દે તેમજ રેકડકિય વિગતોને ધ્યાનમાં લઈને અરજદારની સદરહુ રીવીઝન અરજી તા.૨૫ મી જુલાઈ ૨૦૨૪ ના રોજ નામજુર કરવાનો હુકમ કરવામાં આવેલ. સદરહુ રીવીઝનના કામે સામાવાળાના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એન્ડ નોટરીશ્રીઓ ભાવેશ ડી. ફુલતરીયા તેમજ રાજેશ જે.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.
મોરબી.



