ચડત ભરણપોષણના કેસમા સજાનો હુકમ કરતી મોરબી કોર્ટની ફેમીલી અદાલતનો ચુકાદો
આ કેસની હકીકતો એવી છે કે અરજદાર વનીતાબેન નારણભાઈ વાઘેલાએ તેમના પતી નારણભાઈ પોપટભાઈ વાઘેલા સામે ચડત ભરણપોષણની રકમ રૂા.૬૬૦૦૦-૦૦ વસુલ મેળવવા મોરબીની ફેમીલી અદાલતમા ફો.૫.અ.નં.૩૦૫/૨૦૨૩ થી અરજી કરેલ જે અરજીના કામે સામાવાળાએ સદરહુ ચડત ભરણ પોષણની રકમ અરજદારને ચુકવેલન હોવાથી મોરબીની ફેમીલી અદાલતે સામાવાળા નારણભાઈ પોપટભાઈ વાઘેલાને ૧૬૫ દીવસની સાદી કેદનો હુકમ તા.૧/૮/૨૦૨૪ ના રોજ કરેલ જે કામે અરજદાર ના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એન્ડ નોટરીશ્રીઓ ભાવેશ ડી. ફુલતરીયા તેમજ રાજેશ જે.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



