મોરબી: મકાનમાં ભેદી ધડાકા મામલે FSLની તપાસ, ગેસ લીકેજથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ

Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થયાના પ્રકરણમાં FSLએ તપાસ હાથ ધરી છે. હાલ ગેસ લિકેજથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગેસના બાટલામાં અંદાજે 5 કિલો ગેસ ઓછો થયો છે. બીજી તરફ બાટલો લીકેજ ન મળ્યો એટલે સ્ટવમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો હોવાની શંકા સેવાઈ રહી છે. મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં એક મકાનમાં ભેદી વિસ્ફોટથી ભારે નુકશાન થયું છે. આ ઘટનામાં ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ આ ભેદી વિસ્ફોટને કારણે આજુબાજુના ત્રણથી ચાર મકાનમાં છત સહિતના ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. જો કે, બ્લાસ્ટ કેમ થયો તે અંગેની કોઈ વિગતો બહાર આવી ન હતી.