હળવદના કવાડીયા ગામના પાટીયા પાસે બાઈક અડફેટે પગપાળા જતા આધેડનું મોત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા ઇકબાલભાઇ કાળુશા શા ઉ.57 રહે. ધ્રાંગધ્રા, કસબા શેરી મસ્જીદની સામે નામના આધેડને અજાણ્યા મોટર સાયકલ ચાલકે અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન ઈક્બાલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક નાસી જતા ઘટના અંગે મૃતકના પુત્ર ઇલીયાશભાઇ ઇકબાલભાઇએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.