માળિયા(મી) તાલુકાના મોટી બરાર ગામે ફરીયાદી મહિલા સંડાસ બાથરૂમ બનાવતા હોય અને તેનો પાયા બાબતનો ખાર રાખી ફરીયાદી મહિલાને તથા સાથી ને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયાના મોટી બરાર ગામે રહેતા ભારતીબેન દિપકભાઈ મુન્સીએ આરોપી ભુરાલાલ ખીમજીભાઈ મુછડીયા તથા જયાબેન ભુરાલાલ મુછડીયા અને દક્ષાબેન વિરજીભાઈ મુછડીયા રહે. બધા મોટી બરારવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 29 ડિસેમ્બરના ફરીયાદીને પોતાના ઘરે જગ્યા બાબતે આરોપી ભુરાલાલ સાથે વિવાદ ચાલતો હોય અને તે જગ્યા પર ફરીયાદી સંડાસ બાથરૂમ બનાવતા હોય અને સંડાસ બાથરૂમનો પાયો ખોદેલ હોય જે બાબતે ખાર રાખી આરોપી ભુરાલાલ પાયો બુરતા હોય જે પાયો બુરવાની ફરીયાદીએ ના પાડતા તેઓ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ અને પથ્થરનો ઘા મારી કમરના ભાગે મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાથી નિશાબેન આરોપીને સમજાવવા જતા આરોપી જયાબેન તથા આરોપી દક્ષાબેનએ ફરીયાદી તથા તેના સાથી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી અને બોલાચાલી કરી તેમજ ફરીયાદી તથા સાથીને આરોપી ભુરાલાલએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ભારતીબેને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



