હળવદ તાલુકાના ગોલાસણ ગામે આગામી તારીખ 7 જાન્યુઆરીના રોજ ચબૂતરાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગોલાસણ ગામે 7 જાન્યુઆરીને રવિવારે સવારે 9:30 કલાકે ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર ટીમ માટે એન્ટ્રી ફી 2500 રાખવામાં આવી છે. જ્યારે વિજેતા ટીમ, રનરઅપ ટીમ અને મેન ઓફ ધ સિરીઝને ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં એકત્રિત થતી રકમ ગામમાં ચબૂતરાના નિર્માણ પાછળ વાપરવામાં આવશે.



