હળવદના શિરોઈ નજીક એસટી બસના ડ્રાઈવરનો નશો મુસાફરોએ ઉતાર્યો

Advertisement
Advertisement

 

છોટા ઉદેપુરથી મોરબી આવતી એસટી બસના ડ્રાઇવરે ગઈકાલે થર્ટી ફર્સ્ટ મનાવી દારૂની મોજ કરી ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ઉપરાછાપરી બમ્પ ઠેકાડી જેમ ફાવે તેમ કાવા મારી બસને રોડની નીચે ઉતારી ખેલ ચાલુ કરતા હળવદના શિરોઈ નજીક મુસાફરોએ અને જનતાએ ભાન ભૂલેલા બસ ચાલકને નીચે ઉતારી નશો ઉતાર્યો હતો. સાથે જ બસના કંડકટરે હળવદ પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ માનવજિંદગી જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી. છોટાઉદેપુરથી મોરબી આવતી બસ નંબર જીજે-18-ઝેડ-3921ના ચાલકે હળવદ આવ્યા બાદ છાનાખુણે થર્ટીફર્સ્ટની ઉજવણી કરી લીધી હતી. અને ત્યાંથી માનસર પહોંચતા જ ડ્રાઈવરે બમ્પ ઠેકાડવાનું અને જેમતેમ બસ ચલાવતા શિરોઈ પાસે જાગૃત નાગરિકો અને મુસાફરોએ બસના ડ્રાઇવર આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોરને નીચે ઉતારી મુક્યા હતા અને સંજોગો વસાત એસટીની ચેકીંગ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે દારૂ પી બસ હંકારનાર ડ્રાઇવર આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોર વિરુદ્ધ એસટી બસના કંડકટર અર્જુનસિંહ દોલતસિંહ પરમારે જાતે ફરિયાદી બની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.