મોરબીની જનકપુરી સોસાયટી પાસેથી વિદેશી દારૂની 3 બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

 

મોરબી નેશનલ હાઇવે રોડ જનકપુરી સોસાયટી પાસેથી વિદેશી દારૂની 3 બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી કૌશિકભાઈ રમણીકલાલ બજાણિયા રહે. જનકપુરી, બાલાજી પ્રોવિઝન સ્ટોરની ઉપર મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-03 કિંમત રૂપિયા 1125ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.