મોરબીમાં મારામારીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતા આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજકોટથી ઝડપી લીધો છે. પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી વાળો હાલ રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે તેવી ચોકકસ બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી મૂળ રહે. મોટા રામપર તા.ટંકારા હાલ રહે. રૈયા ગામ શંકર ભગવાનના મંદિર પાછળ રાજકોટવાળાને રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.