મોરબી: બગથળા ગામે ફેક્ટરીમા લાગેલી આગમાં બે લોકોના મોત, એકને ઈજા 

Advertisement
Advertisement

મોરબીના બગથળા ગામે એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે એક શ્રમિકને ગંભીર ઇજા થતા હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે. બીજી તરફ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ પણ મેળવી લીધો છે.

મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં આજે સાંજે બોઇલર ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે આ આગમાં ફેકટરીમાં બોઇલરનું રીપેરીંગ કામ કરતા બે લોકોના મોત નિપજ્યા છે. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આ આગ ઉપર કાબુ મેળવી લીધો છે. હાલ એક મૃતકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ બન્ને લોકો અહીં બોઇલર રિપેર કરવા આવ્યા હતા. કોઈ કારણોસર બોઇલર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી.