
વાંકાનેરમાં સેવાનાં ભેખધારી મહિલાએ શાળાના વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવી જન્મ દિવસની ઉજવણી કરી
વાંકાનેર : આજના સમયમાં જન્મદિવસ હોય કે લગ્નની તારીખ હોય બધાને ખર્ચાળ પાર્ટીઓ કરવાની ફેશન નીકળી પડી છે ત્યારે ઘણા લોકો જન્મ દિવસ સમાજ સેવા કરી , વૃક્ષા રોપણ કરી તેમજ અબોલ પશુઓને ઘાસચારો ખવડાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે શહેરના જીનપરામા રહેતા નગરપાલિકાના પુર્વ ચેરમેન અને વાંકાનેર શહેર ભાજપ બક્ષીપંચ પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના ધર્મ પત્નીએ પોતાનો જન્મદિવસ વોર્ડ નંબર 3મા આવેલ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી સાદાયથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જીનપરા વિસ્તારમાં વર્ષ દરમ્યાન અનેક ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમ યોજાય છે જેમાં રમેશભાઈ મકવાણા તથા જયોત્સનાબેન મકવાણા અગ્રેસર રહે છે.


