બાય બાય ૨૦૨૩ વેલ કમ ૨૦૨૪ ની અનોખી ઉજવણી કરતો વાંકાનેર પાટીદાર સમાજ 

Advertisement
Advertisement

વાંકાનેર : હાલના સમયમાં ૩૧ ડિસેમ્બર એટલે ઈંગ્લીશ વર્ષનો આખરી દિવસ આં દિવસને અમુક લોકો સરાબ સાથે તો અમુક લોકો ડિસ્કો પાર્ટી યોજી ઉજવે છે જ્યારે પાટીદાર સેવા સમાજ વાંકાનેર ખાતે 2023 ને વિદાય આપવા માટે રમતગમત ના કાર્યક્રમો પાટીદાર મહિલા દ્વારા યોજવામાં આવ્યા હતા. જેમાં એલકેજી થી કરી ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓએ અને પાટીદાર સમાજની મહિલાઓએ રમત ગમતમાં ભાગ લઈ વિશેષ રીતે નુતન વર્ષ 2024ને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના મહિલા મોરચાના પ્રમુખ પૌલમીબેન તથા મહિલા કારોબારીના તમામ સદસ્યો હાજર રહી અને વિદ્યાર્થિનીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું.