અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન નાના માણસો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડી લાભો અપાવવા હંમેશા પ્રયાસો કરેલ – એ.એચ. સિરેશીયા નિવૃત્ત પ્રાંત અધિકારી

Advertisement
Advertisement

 

તટસ્થ કર્મનિષ્ઠ પ્રાંત અધિકારી વય મર્યાદાના કારણે થયા નિવૃત્ત રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા વિદાયમાન કરાયા

 

સરકારની વિવિધ યોજનાઓનો નાનામાં નાના માણસ સુધી પહોંચાડી મળતા લાભો અપાવવા હંમેશા પ્રયાસો કર્યા હતા. લોકસેવા દ્વારા વાંકાનેરનો કાર્યકાળ જીવન પર્યંત યાદગીરી સમાન

 

વાંકાનેર : શહેર તથા તાલુકાનાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અશોકભાઈ સિરેશિયાંને રાજ્યસભાના સાંસદનાં અધ્યક્ષસ્થાને ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ પ્રદેશ વ્યાપાર સેલના  શૈલેષભાઈ ઠક્કર , યુવા અગ્રણી ગજેન્દ્રસિંહ રાઠોડ , કેરાળા મંદિરના મુકેશ ભગત સહિત  વિવિધ સામાજિક સંગઠનો તેમજ હોદેદારો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિદાયમાન કરાયા હતા.

પ્રાંત અધિકારી તરીકે અશોકભાઈ સિરેશિયાએ વાંકાનેર સેવા સદન ખાતે અઢી વર્ષ ફરજ બજાવી હતી જેમાં તેઓએ નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનોઆઓની માહિતી પહોંચાડી લાભો અપાવવા હંમેશા પ્રયાસો કર્યા હતા. સિરેશિયાં હંમેશા હકારાત્મકતા અને તટસ્થ કર્મનિષ્ઠ અધિકારી તરીકેની છબી ધરાવતા હતા. વાંકાનેરના કાર્યકાળને તેઓએ જીવન પર્યંત યાદગીરી રૂપે જીવંત રહેશે તેમ જણાવ્યું હતું.

આ તકે રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માનીત કર્યા હતા સાથે નિવૃત્તિના દિવસો સુખમય અને નિરામય બની રહે તેવી કામના પાઠવી હતી. સાથે મામલતદાર નું પ્રમોશન પામનાર વાંકાનેર સેવા સદનનાં એ.બી. પરમારનું આં તકે સન્માન કરવામાં આવેલ. તેમજ તાલુકા જિલ્લામાં ભાજપમાં નવનિયુક્ત હોદેદારો નું વિવિધ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું.