મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગરમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જાયન્સ નગરમાં રહેતા આરોપી સમીરભાઈ ઇકબાલભાઈ ઠેબાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૧૬ કિંમત રૂપિયા ૭૬,૪૮૮ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ રમીઝ ઉર્ફે રમલો રફીકભાઈ મકરાણી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.