આગામી લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જીલ્લાના લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તેવા હેતુથી મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાન (MDV)ને જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વાન આજથી 29 ફેબ્રુઆરી દરમિયાન 65-મોરબી વિધાનસભા, 66- ટંકારા વિધાનસભા તથા 67-વાંકાનેર વિધાનસભામાં આવેલા તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેવા કે શાકમાર્કેટ, ચોક, બસસ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરી લોકોને માહિતગાર કરશે. તેમજ મોરબી જિલ્લાની હેડકવાટર્ર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લોકો મુલાકાત લેવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું છે.



