મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બાબુભાઇ કરશનભાઇ રાજપુતની વાડીયે રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં મોબાઈલ ફોનના કારણે માથાકૂટ થઈ હતી. જેમાં ખેતમજુર જગનભાઇ નંદુભાઇ નાયક રહે-ઢાંઢેણીયા તા-નસવાડી જી-છોટાઉદેપુર પિતાએ પોતાની પુત્રી રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઈલ ફોન લઇ લેતા યુવતીને લાગી આવતા નીંદામણમાં છાંટવાની બાસાલીન નામની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.