મોરબીના લાલપર ગામની સીમમાં ઓમકાર પેટ્રોલ પંપ સામે મોરબી-વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ડરી જતા ચાલું બાઈક પરથી કુદી જતા ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. હલ્કીબાઇ ઉર્ફે રેખા છગનભાઇ જાટવ રહે. સરતાનપર રોડ તા-વાંકાનેર, મુળ-જાટદ બસ્તી વિલૌની જી-ધૌલપુર(રાજસ્થાન) વાળાએ તારીખ 23 ડિસેમ્બરના બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ લાલપર પેટ્રોલ પંપ સામે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મોટર સાયકલ રજીસ્ટર નં-RJ-11-SM-3367 પર જતા હોય જે ડરી જતા ચાલુ બાઇકે કુદી જતા ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સીવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા તારીખ 24 ડિસેમ્બરના બપોરના સમયે મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.