મોરબી: નગરદરવાજા પાસે આવેલી શાકમાર્કેટ નજીક વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી નગરદરવાજા પાસે આવેલી શાકમાર્કેટ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી જાવીદભાઈ યુનુસભાઈ ખોખરને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 500 સાથે પોલીસે ઝડપી લીધો હતો. સાથે જ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ આ વરલી મટકાના આંકડાની આરોપી અવેશભાઈ અયુબભાઈ કાસમાણી પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.