ટંકારામા યુવા વિધાર્થીનીઓ માટે સાયબર સેફ્ટી સામે જાગૃતિ માટે વર્કશોપ યોજાયો.

Advertisement
Advertisement

સોસિયલ મિડીયાના ઉપયોગ અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિસ્તૃત સમજ આપવામા આવી હતી.

બેટી બચાવો,બેટી પઢાઓ યોજના અંતર્ગત ટંકારા ખાતે આવેલી ઓરપેટ કન્યા વિદ્યાલયમા મહિલા અને બાળ વિભાગ તંત્ર દ્વારા સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે યુવા વિધાર્થીનીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવેલ હતો.
ટંંકારા મામલતદાર કચેરીની પછવાડે આવેલી ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે મહિલા અને બાળ વિભાગ મોરબી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતગર્ત સાયબર સેફ્ટી અને સોસિયલ મિડીયાના ઉપયોગ અંગે સમજ આપવા યુવાની ના ઉંબરે ઉભેલી છાત્રાઓને શાળા દ્વારા યોગ્ય પ્લેટફોમ પુરૂ પાડી કાર્યક્રમ યોજયો હતો. જેમા, કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયેલ.શાળાના શિક્ષિકાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યા બાદ પ્રારંભિક ઉદબોધન મહિલા અને બાળ વિભાગ અધિકારી કે.વી.કાતરિયાએ દીકરીઓને શિક્ષણ સાથે ટેકનોલોજી નો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સાયબર ક્રાઈમ થી બચવા સહિતના મુદ્દે વિસ્તૃત સમજ આપી હતી. ઉપરાંત જીલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટર મયુરભાઈ સોલંકીએ મોબાઈલમા બિનજરૂરી એપ, રેકોર્ડ થતા ડેટા વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સેટિંગમા ગૂગલ પર ડેટા સેવ ના રહે તે માટે માહિતી પ્રદાન કરી હતી.શાળાના પૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલા હાલ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ DHEW ટીમમા મહિલા અને બાળવિભાગ મોરબી ખાતે ફરજ બજાવતા રશ્મિબેન વિરમગામા એ મહિલા અને બાળ વિભાગ ના pbsc,osc,dhew ના ઉલ્લેખ સાથે દીકરીના જન્મ થી લઈને વૃધ્ધાવસ્થા સુધીના સમયગાળા દરમિયાન લાગુ પડતી સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી મહિલાઓ મા જાગૃત્તિ લાવવા ઉપરાંત સ્ત્રી સશક્તીકરણ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમા ઉપસ્થિત અવનીબેન, મકવાણાબેન દ્વારા તમામ દીકરીઓને કાર્યક્રમ અનુરૂપ માહિતી માર્ગદર્શન અપાયુ હતુ. અંત મા, જીલ્લા મહિલા અને બાળ કચેરીની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામા આવ્યુ હતુ.