મોરબી: લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

 

મોરબીના સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીનાં ગેઇટ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા રહે. મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી ઓમ રેસીડેન્સી ફ્લેટ નં -૪૦૧ તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૨૦,૬૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.