વાંકાનેરમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી ખાતે કાર્યક્રમ માટે ઉપયોગી પોડિયમ માટે વાંકાનેરના મયુરભાઈ મહેતાએ સ્નેહમિલન-૨૦૨૩ના કાર્યક્રમ સમયે પોડીયમ ભેટ કરવાની જાહેરાત કરેલ હતી. જે આજે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનાં ઉપપ્રમુખ સુરેશભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતીને સુપ્રત કરેલ. આ તકે દાતા અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ રમેશભાઇ મહેતા તથા તેના બને પુત્રો મયુરભાઈ તથા આનંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહેતા પરિવાર દ્વારા સમાજને પોડિયમની ભેટ અર્પણ કરવામાં આવતા બ્રહ્મસમાજ દ્વારા આનંદની લાગણી સાથે દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.