મોરબી: ટંકારાના ઉગમણા નાકા પાસેથી મહેંદી મુકવા જવાનું કહીને નીકળેલી યુવતી ગૂમ

Advertisement
Advertisement

મોરબીના ટંકારાના ઉગમણા નાકા પાસેથી યુવતી લાપતા થતા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હંસાબેન નાનજીભાઈ સારેસાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તારીખ 18 ડિસેમ્બરના રોજ ફરીયાદીની દિકરી મહેંદી મુકવા જવાનું કહી ઘરેથી ગયેલ હોય અને આજસુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા આજુબાજુમાં તથા સગા સંબંધીઓમા તપાસ કરતા મળી ન આવતા ગુમ થયેલ હોવાની ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે લાપતા યુવતીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.