મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા(સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનની બાજુના વાડામાંથી ઈંગ્લીશ દારૂની 10 બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ઘુનડા (સજનપર) ગામે રહેતા આરોપી ચતુરભાઈ પ્રવિણભાઇ પંચાસરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ કિંમત રૂપિયા ૩૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.