રેસીડેન્સી એરિયામા હેતુફેરની મંજુરી સામે સોસાયટી મા વસવાટ કરતા પરીવારોએ તંત્ર સમક્ષ કચવાટ વ્યક્ત કર્યો.


ટંકારાના પછવાડે આવેલી રહેણાંક વિસ્તારની સોસાયટીમા વસતા રહીશે ભાડાની આવક ઉભી કરવા ખાનગી કંપની નો મોબાઈલ ટાવર ઉભો કરવા પેરવી કરતા વિસ્તારમાં વસતા અન્ય મકાન ધારકોએ ટાવરથી નેટવર્ક ના કિરણો શારીરિક નુકશાન કરવા ઉપરાંત, ગગનચુંબી ટાવરથી મોત માથે ઝળુંબવા સાથે કરંટ લાગવાની ભિતી થી વિરોધ કરી રહેણાંક વિસ્તારમાં ટાવર નો ખડકવા રાવ કરવા જતા ઘરધણી લાજવા ને બદલે ગર્જી ફરીયાદ કરનારાઓને લાકડી લઈ મારવા દોડતા પાડોશીઓએ પોલીસ અને સરકારી તંત્ર સમક્ષ ધા નાંખી આર્થિક ઉપાર્જન માટે રઘવાયા થયેલા શખ્સની શાન ઠેકાણે લાવવા માંગણી ઉઠાવી હતી.
ટંંકારા શહેરની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે શહેરની ભાગોળે રહેણાંક વિસ્તારની ગાયત્રી સોસાયટી આવેલી છે. સોસાયટીની ખીજડા વારી શેરી મા ગીચ રહેણાંક વિસ્તાર આવેલો છે. અહીંયા અનેક પરીવારો પોતાના કુટુંબ કબીલા સાથે વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમા વસતા નિતીન હરખા પાંચોટીયા નામના રહીશે પોતાના રહેણાંક હેતુ ના પ્લોટમા ભાડા ની આવક ઉભી કરવા ખાનગી કંપની નો મોબાઈલ ટાવર ઉભો કરવા પેરવી શરૂ કરી હોવાનુ પાડોશીઓના ધ્યાને આવતા રહેણાંક વિસ્તાર મા મોબાઈલ ટાવર ખડકવા થી અહીંયા વસતા અનેક પરીવારોને અનેક પ્રકારની ભિતી હોવાની રજુઆત કરવા આજુબાજુમા વસતા પરીવારો સમજાવવા જતા પૈસા ના મદ મા છકેલા નિતીને લાજવાને બદલે ગર્જી ને અહીંથી ભાગી જાવ નહીં તો ટાંટીયા ભાંગી નાંખીશ એવી દાટી મારી રજુઆત કરનારા સ્ત્રી પુરૂષોને લાકડી લઈ મારવા દોડતા સીધા સાદા પરીવારો બચવા દોટ મુકી દાદાગીરી આચરનાર શખ્સ વિરૂધ્ધ દાદ માંગવા સોસાયટીમા વસનારાઓ દિલીપ કરમસી, વિનોદ કુંઢીયા, અશોક ભરત, કૈલાસ બાબુ, ભરત સીદા સહિતના
સ્થાનિક વહીવટીતંત્ર મામલતદાર, ટીડીઓ ઉપરાંત કાયદાના રખેવાળી કરતા પોલીસ પાસે દોડી ટાવરનુ કામ અટકાવી રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો થતો સત્વરે બંધ કરાવવા ધા નાંખી હતી. લેખિત ફરીયાદ પત્ર મા મોબાઈલ ટાવર રહેણાંક વિસ્તારમાં ખડકવાથી અહી વસતા ગરીબ પરીવારના મોટાભાગના સ્ત્રી પુરૂષો દિવસભર પેટીયુ રળવા મજુરી કામે, શાકભાજી ની ફેરી સહિતની તનતોડ મહેનત કરવા નિકળી જાય છે. પાછળ પોતાના વહાલસોયા બાળકો વૃધ્ધ માવતર એકલા અટુલા આંગણે કુદરતના ભરોસે છોડી ને જાય છે. એવા દોહ્યલા સમયે ટાવર ખડકવાથી ટાવરથી ઉત્પન્ન થતા શરીરને નુકશાન કરતા ઝેરી જોખમી વાઈરસ,રેડીયેશન થી મગજને નુકશાન કરે છે. ઉપરાંત, સતત કરંટ ના ભય થી શુ વલે થશે? ના વિચાર માત્ર થી જીવ તાળવે ચોંટી જાય છે. ધંધા રોજગાર મા જીવ ચોટતો નથી. અહીંયા વસનારા કોઈ ના પરીવારમા અઘટીત બનાવ બને એ પૂર્વે પગલા લેવા માંગણી ઉઠાવી હતી. અંત મા, સોસાયટીમા વસતા અનેક ગરીબ પરીવારોને હિજરત કરવાની નોબત આવે એવુ દુઃખ દર્દ વર્ણવ્યુ હતુ.