શિક્ષક માત્ર પંતુજી નથી, સામાજીક ક્ષેત્રે સમૃધ્ધિ લાવવા શિક્ષિકા ગીતાબેને નિપૂણતા સાબિત કરી.


ટંંકારા તાલુકાના ભૂતકોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા શાળામા ભણતા વિધાર્થીઓને શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિઓ મા પણ પારંગત થાય એ માટે કાયમ સરાહનીય પ્રયાસ કરતા રહે છે. આ વખતે તેઓએ જીલ્લા કક્ષાના મોરબી ખાતે યોજાયેલા કલા મહાકુંભમા પોતાની કર્મભૂમિ ના ગામડાની ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ ની ગ્રામ્ય મહિલાઓનુ ગૃપ તૈયાર કરી કલા મહાકુંભ લગ્ન ગીત ગાવાની સ્પર્ધામા ગામડા ની મહિલાઓ સાથે ભાગ લઈ પ્રથમ નંબરે વિજેતા બની શિક્ષકાએ શિક્ષણ થી પર જઈ ને વિધાર્થીઓના વાલીઓને પણ પરફોર્મન્સ આપવા પ્રેરીત કરી શિક્ષકોનુ ગૌરવ વધાર્યુ હતુ.
સરકાર દ્વારા આયોજીત જીલ્લા કક્ષાના કલા મહાકુંભ નુ મોરબી જીલ્લામા તંત્ર દ્વારા મોરબીની શાળામા આયોજન કરવામા આવ્યુ હતુ. કલા મહાકુંભમા જીલ્લાની સુચનાથી ટંંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા ભૂતકોટડા ગામની પ્રા.શાળાએ સ્પર્ધા મા ભાગ લીધો હતો. અહીંયા શિક્ષણ થી પર જઈ ગામડાની ૨૧ વર્ષ ની યુવતીઓથી માંડી ૫૯ વર્ષ ની વૃધ્ધ મહિલાઓનુ જુથ શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા સંચાલિત ગામડાની બહેનોનુ કંકણ ગ્રુપને કલા મહાકુંભમા ભાગ લેવા પ્રેરીત કરી લગ્નગીત સ્પર્ધા મા પરફોર્મન્સ રજુ કર્યુ હતુ.લગ્ન ગીત સ્પર્ધા મા શિક્ષકા સહિતના ગૃપે કેતનભાઈ ના સંગીતના સથવારે કલા મહાકુંભ મા ભાગ લીધો હતો. સ્પર્ધા ના અંતે આયોજકો દ્વારા ભૂતકોટડા ગામની મહિલાઓ આશાબેન જયેશભાઈ ઢેઢી, નયનાબેન ચીમન ભાઈ ઢેઢી, મિન્ટુબેન રતનશીભાઈ દેવડા, સોનલબેન મનસુખ ભાઈ દુબરીયા અને પ્રા.શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખ લાલ સાંચલા સહિતનુ ગૃપ ને પ્રથમ નંબરે વિજેતા જાહેર કરતા શિક્ષક ધારે તો વિધાર્થીઓને જ્ઞાન સાથે પોતાની કર્મભૂમિ અને સમાજને પણ પોતાના જ્ઞાન થકી સાક્ષરતા સાથે સામાજીક કેળવણી દ્વારા સમૃધ્ધ ચોક્કસ બનાવી શકે છે એ ઉદાહરણ પ્રા.શિક્ષિકા ગીતાબેને પુરૂ પાડયુ હતુ આ તકે,કલા મહાકુંભમા ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસ્કૃતિક અધિકારી હિરલબેન વ્યાસ ઉપરાંત, ગામડાનુ ગૌરવ વધારવા બદલ સરપંચ પંકજભાઈ ભાગીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયાએ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.