માત્ર એક નર્સ દ્વારા ચાલતી એક લાખની વસતિ વચ્ચે રહેલ હોસ્પિટલ.
ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે વન મેન સો એમ ડી ડોક્ટર દ્વારા દર્દીના દર્દ માટે દરકાર કરી એકલા હાથે સારવાર કરતા હોય છે જ્યારે સ્ટાફ અભાવે અહી આવતા દર્દીને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે.
અકસ્માત,હ્રદય રોગનો હુમલો, અપમૃત્યુ વખતે પિ એમ, પ્રસુતિ સહિતની સારવાર માટે સમસ્યા. તાત્કાલિક પુરતું મહેકમ ભરવાની માંગ જો સ્ટાફની ભરતી નહી થાય તો આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાની સામાજિક કાર્યકર હેમત ચાવડાની ચિંમકી.
ટંકારા રાજકોટ મોરબી રોડ પર આજે વહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમા ચાલકને ઈજાઓ પહોંચી હોય 108 મારફત સારવાર અર્થે ટંકારા સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે અહી સામુહિક આરોગ્ય કેન્દ્ર જ બિમારીના ખાટલે હોય તેમ એક માત્ર નર્સ ના ભરોસે આખી રાત એક લાખ ની વસ્તી ધરાવતા તાલુકાની એક માત્ર હોસ્પિટલમાં સારવાર માટે દર્દીની હાલત શું થાય એ સાંભળી કમકમાટી વછુટી જશે. પરંતુ આ નરી વાસ્તવિકતા MBBS ડોક્ટર કોઈની રજા વિના અહીથી જતા રહેતા ઉપરાંત ડ્રેસર સહિતના સ્ટાફની જગ્યા ખાલી પડી છે ત્યારે દવાખાનું ખુદ દર્દથી કણસી રહું છે જેની સારવાર જરુરી હોય માટે સામાજિક કાર્યકર હેમત ચાવડા દ્વારા એક અઠવાડિયાની મહોલત આપી સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવાર કરવા જણાવ્યું છે અને જો આમ નહી થાય તો આશ્ચર્ય જનક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રોગી કલ્યાણ સમિતિ માત્ર સહિ પુરતી?
ટંકારા સિવીલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ સભ્યો મિટીંગ થકી સમસ્યા અને એના ઉપાય અંગે વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય પગલા ભરવા માટે મથામણ કરતા હોય છે પણ ટંકારા રોગી કલ્યાણ સમિતિ માત્ર સહી પુરતી સિમીત હોય એવો ધાટ ધડાયો છે. એટલુ જ નહી પરંતુ બિન સરકારી સભ્યો પણ હાજી હાજી કરી કોઈ નિર્ણાયક સગવડ અપાવી શક્યાનથી.