મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘડીયા ગામે દિલિપભાઈ વાલજીભાઈ ઇટોદરાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જેમાં જુગાર રમતા દિલિપભાઇ વાલજીભાઇ ઇટોદરા, નવઘણભાઇ ચંદુભાઇ કુંઢીયા, કાભાઇ ઉર્ફે કેડો ભાવુભાઇ રાપુસા, મુકેશભાઇ ઉર્ફે મહેશ બાબુભાઇ ઇટોદરા અને મેહુલભાઇ રઘાભાઇ કાંજીયા રહે. તમામ દિઘડીયાવાળાને રોકડ રકમ રૂપિયા ૨૪૬૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.