મોરબી: ભરતનગર પાસે કાર કેનાલમાં ખાબકી, બે લોકોનો આબાદ બચાવ

Advertisement
Advertisement

મોરબીના ભરતનગર નજીક કાર કેનાલમાં ખાબકી હતી. જોકે કારમાં બેઠેલા બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું છે કે, મુખ્ય રોડની કામગીરી ચાલી રહી છે. જેથી વાહનચાલકો અહીં સિંગલ પટ્ટીના રોડ પરથી પસાર થઈ રહ્યાં છે. પરંતુ તેની સાથે અકસ્માત પણ સર્જાઈ રહ્યાં છે. આ પહેલા આવી જ રીતે એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અને ગતકાલે એક કાર કેનાલમાં ખાબકી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.