રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓથી લોકો વંચિત ના રહે તેવા ઉદેશ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ શરૂ કર્યો છે. જેમાં દરેક શહેર જિલ્લા સહિત ગામડામાં લોકો સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ લઈ આત્મનિર્ભર બને અને મંદી, મોંઘવારી જેવા નડતરરૂપ વિચારનો નાબૂદ કરી લોકો પગભર બને તેવા સરકારી આયોજનો દ્વારા ચાલતા પ્રોજેક્ટને પ્રજા સમક્ષ રાખી પ્રજાના વિકાસલક્ષી કાર્યમાં ઝડપી સહાય સાથે સરકારી યોજનાઓનું માર્ગદર્શન વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે. ત્યારે વાંકાનેરના તીથવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે લાભાર્થીઓને મળેલ લાભ સહિતની વિગતો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ પ્રદર્શન કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તીથવા સરપંચ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે સમસ્ત ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.