ગામડાની પશુપાલક ખેડુત મહિલા આંગણે પાળેલા પશુ માટે ખળ (નિરણ) લેવા જતા હતા એ વખતે ચાલુ બાઈકે હ્રદય રોગ નો હુમલો આવ્યો.

ટંંકારાના વિરપર ગામે રહેતા ગામડાના પૌઢા નુ હાર્ટએટેક થી મોત નિપજ્યુ હોવાનુ જાણવા મળેલ છે. જાણવા મળ્યા મુજબ હ્રદયરોગના જીવલેણ હુમલાથી મોત પામેલા ખેડુત પરીવારના પૌઢ મહિલા ઘર આંગણે બાંધેલા પશુધનનો ખોરાક ખડ (ચારો) લેવા માટે પતિના બાઈક પાછળ બેસીને સીમમાં જતા હતા એ વખતે ચક્કર આવવાથી ચાલુ બાઈક પર થી નીચે પટકાયા હતા.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા વિરપર ગામે રહેતા અને ખેતીકામ કરતા ખેડુત મહિલા શોભનાબેન ઉધરેજા (ઉ.વ.૪૭) નામના પૌઢા રાબેતા મુજબ પોતાનુ ઘરકામ નિપટાવી ઘર આંગણે બાંધેલા પશુધન માટે ખોરાક ખડ (ચારો) નિરણ લેવા પતિ કાનજીભાઈ સાથે પતિના બાઈક પાછળ બેસીને સીમમાં જતા હતા એ વખતે માર્ગ મા ચક્કર આવતા બાઈક પર થી નીચે પટકાયા હતા. અને બેભાન થઈ ગયા હતા. પત્ની અચાનક ઢળી પડતા પતિ કાનજીભાઈ ઘડીભર ચિંતા સાથે વ્યાકુળ થયા હતા અને પરીસ્થિતી પામી તાબડતોબ સ્વસ્થ થઈ પત્ની ને હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા. પરંતુ અહીંયા સારવાર કારગત નીવડે એ પૂર્વે મોત નિપજ્યુ હતુ. ગામડાની ખેડુત મહિલા ના અચાનક મોત અંગે પોલીસને જાણ થતા રાબેતા મુજબ દફતરે મૃત્યુ નોંધ કરી હતી.