મોરબીમાં મંગલભુવન પાસે આવેલા જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહારના ભાગમાં પાર્ક કરેલી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જલારામ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ ભારવાણીએ પોતાનું બાઈક નંબર જીજે-3-એચજે-6346 પાર્ક કરીને રાખ્યું હતું. જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેને લઈને વિનોદભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 40 હજારની કિંમતની બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.