મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ પુનમ ઈન્ડસ્ટ્રીઝના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ બગેદુભાઈ પ્રસાદ તારીખ 18 ઓક્ટોબરના રાતના 9 વાગ્યાની આસપાસ પુનમ ઈન્ડસ્ટ્રીઝના કારખાનાના ગેટ પાસે ટ્રક કન્ટેનરમાં ટાઈલ્સ ગોઠવવા માટેના લોખંડના ફ્રેમના ઘોડા ગોઠવી રહ્યાં હતા ત્યારે અકસ્માતે લોખંડનો ઘોડો પડતા રાકેશ પ્રસાદને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ તેમને પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધારે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમની સારવાર કારગર નહીં નીવડતા રાકેશને નજીકની હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.