મોરબીના નીચી માંડલ ગામ નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબક્યું હતું. જેમાં બાઈક સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. જેનો મૃતદેહ બે દિવસની શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો હતો.
મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા પર પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબક્યું હતું. જેમાં બાઈક સવાર બન્ને વ્યક્તિઓ કેનાલમાં ડૂબ્યા હતા. જોકે એક વ્યક્તિ કેનાલમાંથી બહાર નીકળી શકતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ કેનાલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બીજા વ્યક્તિની સ્થાનિક યુવાનો અને મોરબી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે બે દિવસની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નીચી માંડલ ગામના સરપંચના જણાવ્યા અનુસાર બાઈકમાં રફાળીયાના સુનીલ અને અશ્વિન બે વ્યક્તિઓ હતા. જેમાંથી સુનીલને તરતા આવડતું હોવાથી બહાર નીકળી શક્યો હતો. જ્યારે અશ્વિન ડૂબી જતા મોત નીપજ્યું હતું.