મોરબીના રાજપર રોડ ઉપર ગૌશાળામાં માટી ખાલી કરવા ગયેલા ડમ્પર ચાલકે હાઇડ્રોલિક લારી ઉંચી કરતા લારી વીજલાઈનને અડકી જતા વીજશોક લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર જગદીશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા રાજપર રોડ પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં પોતે માટીનું ડંમ્પર ચલાવી લાવી હાઈડ્રોલીક લારી ઉપર કરી ગાડી આગળ લેતા ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે અડી જતા શોર્ટ સર્કિટ થવાથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને મોરબી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.