કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની નિર્મમ હત્યાના આરોપીઓને કડક સજાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Advertisement
Advertisement

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની નિર્મમ હત્યાના આરોપીઓને કડક સજાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : સ્વ. સુખદેવસિંહ ગોગામેડીજીની થયેલ નિર્મમ હત્યાના ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. જેના અનુસંધાને મોરબીમાં
રાજપુત કરણી સેના , હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો દ્વારા કલેકટર ઓફિસે રાજપુત કરણી સેના હિન્દૂ યુવા વાહિની દ્વારા આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ.શ્રીસુખદેવસિંહ ગોગામેડીજીની થયેલ નિમર્મ હત્યાના આરોપીઓને કડક સજા આપવામાં આવે અને તેની ઉંડી તપાસ કરવામા આવે તેમજ તેમના પરિવારને સુરક્ષા અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.