વાંકાનેરમાં રવિવારે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા નવા વર્ષે સ્નેહમિલન વિદ્યાર્થી સન્માન તથા સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે

Advertisement
Advertisement

 કાર્યક્રમ પહેલા ગત તા ૨૬ નાં યોજાનાર હતો પરંતુ વરસાદી માહોલ ને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો જે આગામી તા. ૧૦ ને રવિવારે યોજાશે – રજનીભાઇ રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ )

કાર્યક્રમમાં ૪ થી ૫ મ્યુઝીકલ પોગ્રામ રાખેલ છે (કરાઓકે) રાખેલ છે

સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હાજર રહેવું ફરજિયાત છે. – સુરેશભાઈ ભટ્ટ ( ઉપપ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ વાંકાનેર )

વાંકાનેર : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નવા વર્ષના શુભારંભ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન યોજાશે. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના બ્રહ્મ સમાજના અગ્રણીઓ નું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમ ગત તા. ૨૬ ને રવિવાર રોજ યોજાવાનો હતો પરંતુ વાવાઝોડા અને બરફ વર્ષાથી વાતાવરણ નો માહોલ બગડ્યો હતો જેના કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. જે હવે કાર્યક્રમ હવે આગામી તા. ૧૦ ને રવિવારે યોજાશે.

 કાર્યક્રમમાં ૪ થી ૫ મ્યુઝીકલ પોગ્રામ રાખેલ છે (કરાઓકે) રાખેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત બ્રહ્મ સમાજનું નવા વર્ષે પરંપરા મુજબ સ્નેહમિલન સમારોહ યોજાશે તેમજ સમાજના વિધ્યાર્થીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે જેમાં સમાજના વિધ્યાર્થીઓએ હાજર રહેવુ જરૂરી છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થશે તેમજ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રીમતિ હિરલબેન અમિતભાઈ વ્યાસ (જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી)

ડૉ. ચિન્મય ત્રિવેદી ( ઓમ ઓર્થો પેડિક હોસ્પિટલ મોરબી)

શ્રી જયેશભાઈ આર. દવે (રાજકોટ નાગરીક બેંક મોરબી )

ર્ડો. મયુરભાઈ જાની (દોશી કોલેજ વાંકાનેર પ્રો.)

શ્રી ઘવલભાઈ એમ.વ્યાસ (આ. પ્રો. દર્શન યુનિ.રાજકોટ) રહેશે તેમ વાંકાનેર ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ દ્વારા કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે. વધુમાં પ્રમુખ રાવલ તથા ઉપપ્રમુખ ભટ્ટ દ્વારા સમાજના ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.