વાંકાનેરના મહિકા ગામના યુવકને તેના જ ગામનો એક વ્યક્તિ ત્રાસ આપતો હોય, અને આ મામલે પોલીસ તંત્ર સહયોગ કરતું ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટરને અરજી આપી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આવી છે.
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટરને કરેલી રજૂઆત કરી હતી કે તેમના ગામના ઉસ્માનભાઈ મહમદભાઈ બાળી દ્વારા તેને વારંવાર હેરાન અને પરેશાન કરે છે અને એક વાર હુમલો પણ કરેલ છે. જેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ કરેલ છે. તેમજ આ મામલે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ મળેલ છે. પરંતુ પોલીસ પ્રોકેટેક્સનમાં રહેલા જવાનો સામે ઉસ્માનભાઈના સંબધી થતા હોવાથી તે ઉસ્માનભાઈને માહિતી પૂરી પાડે છે પોલીસ યોગ્ય સહયોગ ન આપતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ સામેવાળાના ત્રાસના કારણે યુવકે મહિકા ગામમાં રહી શકીએ તેમ ન હોય મોરબી કલેકટર કચેરી ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે.