ટંકારા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકાકક્ષાની સ્પર્ધા યોજાઈ

Oplus_131072
Advertisement
Advertisement
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ
ટંકારામા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત થીમ આધારીત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા બીઆરસી ભવન ખાતે યોજવામાં આવી હતી.
તાલુકાકક્ષાની સ્પર્ધામા ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક એમ ત્રણ વિભાગના બાળકોએ ભાગ લીધો હતો. બાળકો દ્વારા ચિત્ર અને વક્તૃત્વના માધ્યમથી વાચા આપી હતી.આ તકે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નગરપાલિકાના પ્રમુખ પંકજ કારેલીયા, તા.પં. પ્રમુખ દિવ્યેશ નમેરા,પાલિકાના કારોબારી ચેરમેન રશ્મિકાંત દુબરીયા ઉપરાંત, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.પ્રસંગોચિત સન્માન શિક્ષક રસિકભાઈ ભાગીયા, બીઆરસી કલ્પેશભાઈ ફેફર, શૈલેષભાઈ સાણજા દ્વારા કરવામાં આવ્યું હતુ.