ટંકારા હાઈવે પર દસ મહિના પૂર્વે થયેલી રૂપિયા ૯૦ લાખની આંગડીયા લુંટનો આઠમો શખ્સ ઝડપાયો.

Advertisement
Advertisement
અગાઉ પોલીસે સાત શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી મહત્તમ રકમ રીકવર કરી ભોગ બનનાર ને પરત કરી દીધી હતી.
Oplus_131072
ટંકારા નજીક હાઈવે પર દસેક માસ પૂર્વે આંગડીયા કાર ને આંતરી રૂપિયા ૯૦ લાખ ની ધોળા દિવસે થયેલી દિલધડક લુંટ પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી ચલાવેલી ત્વરિત કામગીરી દરમિયાન બે શખ્સો નાકાબંધી કરી ત્વરીત ઝડપી લીધા બાદ લુંટ મા સંડોવાયેલા શખ્સોને સમયાંતરે એક બાદ એક ને છાનભીન કરી ઝડપી પાડીને લુંટ પૈકી ની મહતમ રોકડ રકમ રીકવર કરી લઈને જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા.જોકે, લુંટ નો પ્લાન ઘડવામા સંડોવાયેલ પૈકીનો મૂળ સુરતનો એક શખ્સ પોલીસથી બચવા નાસતો ફરતો હોય એ ઈસમ ટંકારા લટાર મારવા આવ્યો હોવાની સચોટ બાતમી આધારે પોલીસે પકડી પાડી વધુ વિગતો ઓકાવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત અનુસાર આજથી દસેક મહિના પૂર્વે ગત તા. ૨૧ મી જુલાઈ ની સમી સાંજે રાજકોટ થી રોકડ રકમ નો હવાલો આપવા મોરબી જવા હાઈવે પર નિકળેલી આંગડીયા કાર નો સતત પીછો કરી ટંંકારા નજીક અન્ય કાર થી ઠોકર મારી અકસ્માત સર્જી હાઈવે પર આવેલી રૂપિયા ૯૦ લાખ ની દિલધડક લુંટ કરવાના પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકતમા આવીને સમયાંતરે લુંટારાઓ ને જુદી જુદી જગ્યાએથી પીછો કરી ઝડપી લીધા બાદ લુંટ પૈકી ની મહતમ રોકડ રકમ રીકવર કરી લઈને અત્યારસુધી ઝડપાયેલા સાતેક શખ્સોને જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે, લુંટમા સામેલ મૂળ ભાવનગર જીલ્લાના સાંજણાસર નો હાલ સુરત રહેતો ત્રેવીસ વર્ષિય ભરવાડ દર્શિલ કરસન બોળીયા ટંકારા લટાર મારવા આવ્યો હોવાની સચોટ બાતમી મોરબી એલસીબી અને ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળતા ક્રાઈમ બ્રાન્ચના પોસઈ ભટ્ટ, સ્ક્વોડના પોસઈ માલાણીએ પોતાની ટીમના ઈશ્વરભાઈ, શેખરભાઈ, ભરતભાઈ, પ્રદિપસિંહ સહિતનાઓ સાથે બિલ્લિપગે ટંકારા લતિપર ચોકડી પર છુપાઈને દબોચી લીધો હતો. લુંટ ની વધુ તપાસ હાથ ધરી વિગતો ઓકાવવા ટંકારા પોલીસ હવાલે કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ પોલીસે ભાવનગરના ભરવાડ અભિ લાલા અલગોતર, અભિજીત ભાવેશ ભાર્ગવ, લુંટનો માસ્ટર માઈન્ડ ટંંકારા નો સ્થાનિક કારખાનેદાર લખધીરગઢના દિગ્વિજય અમરસી ઢેઢી, ભાવનગર જીલ્લાના આંજણાસર ગામના હિતેષ પાંચા ચાવડા, સુરતના મેહુલ બલદાણીયા ઉર્ફે કાનો આહિર, ભાવનગરના ભરવાડ નિકુલ કાના અલગોતર, અલ્પેશસિંહ કનુભા ઉર્ફે અલ્પેશ જોગરાણાને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે, આજે દર્શિલ ભરવાડને ઝડપી લેતા આઠેય શખ્સો ઝડપાઈ ગયા હતા.