ચુંટણી પતીને કલેકટરે ખેડુતોને નોટીસ પાઠવી, ખેડુત નેતા રાજકોટીયા લાલઘુમ: દસ દિ’ મા નોટીસો પાછી ન ખેંચાઈ તો કલેકટર કચેરીએ ઘેરાવ, ૫૦ હજાર ખેડુતો સાથે કુચ કરવાની ચિમકી.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્ણ થયા ના માંડ ૪૮ કલાક વિત્યા ત્યા ફરી ખેડુતોના ખેતરમા વિજલાઈન ના થાંભલા ખોડવાની કામગીરી આરંભી દેવા ખેડુતોને નોટીસો ફટકારી પજવણી શરૂ થયાની મોરબી જીલ્લા મા કોલાહલ મચી હોવાની ફરીયાદો ઉઠતા જીલ્લા કિશાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જીલ્લા કોંગ્રેસ આગેવાન અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટીયાએ સરકારને ખેડુતોના મત મેળવી દગાખોર ગંદી રાજરમત ખેલી હોવાનો ઉઘાડો આક્ષેપ કરી મુખ્યમંત્રીને ખુલ્લો સણસણતો પત્ર પાઠવી નોટીસો પરત ખેંચવા પાઠવેલા અલ્ટીમેટમ સરકાર ખેડુતોના પક્ષે નિર્ણય નહીં લ્યે તો દસ હજાર ખેડુતો સાથે કલેકટર કચેરીએ ઘેરાવ કરી ઉપવાસ આંદોલન છેડવા ની અને ૫૦ હજાર ખેડુતો સાથે ગાંધીનગર કુચ કરવા ની પત્રના અંતે ખુલી ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો હતો.
રાજ્યમા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંપન્ન થયાને માંડ ૪૮ કલાક વિત્યા બાદ મોરબી જીલ્લાના ખેડુતોને ખાનગી અદાણી કંપનીઓની 765 KV વીજલાઈન ખેડુતોના ખેતરમા પસાર થવા દેવા મુદ્દે મોરબી કલેક્ટર દ્વારા ઈન્ડિયન ટેલિગ્રાફ્ટ એક્ટ -1885 ની કલમ -16 (1) અન્યવે નોટીસો ફટકારી હોવાના મામલે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રથમ હરોળના અગ્રણી અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય, ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના મહેશ રાજકોટીયાએ સરકારે ચુંટણી ટાંણે ખેડુતોના હિતની સરકાર હોવાનુ જણાવી ખેડુતોના મતો મેળવી હવે ચુંટણી પુરી થતા જ વિલન બની ખેડુતોને પરેશાન કરનારી દગાખોર સરકાર ગણાવી રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર પાઠવી ખેડુતોની જમીન કોઈની જાગીર ન હોવાનુ જણાવી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, નોટીસો પર થી સ્પષ્ટ થાય છે કે, સરકાર મોટી કંપનીઓની દલાલની ભૂમિકા ભજવે છે. ખેડુતોની સમંતિ વગર એક તસુ જમીનમા ખોદકામ કરવા JCB આવશે તો ખેડુતો ટ્રેક્ટરથી સામનો કરશે
જમીન સંપાદન કાયદા મુજબ ગ્રામસભા વગર જમીન સંપાદન કરી શકાય નહીં. પરંતુ હાલ આવુ થતુ નથી. તેથી ખેડુતોના મામલે મેદાને ઉતરેલા રાજકોટીયાએ સરકારને પાઠવેલા અલ્ટીમેટમમા મથાળે હુ બોલુ છુ એ કરૂ છુ થી શરૂઆત કરી મોરબી જીલ્લાના ખેડુતો પાઠવેલી નોટીસો તાત્કાલિક અસરથી પરત નહીં ખેંચાઈ તો આવનારા સમયમા દસ હજાર ખેડુતો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઘેરાવ કરી આમરણાંત ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અને તેમ છતા સરકાર પક્ષેથી ખેડુતોનુ હિત નહીં જોવાઈ તો ૫૦ હજાર ખેડુતો સાથે ગાંધીનગર ખાતે ખેડુત મહાકુચ કરી રસ્તા ઉપર ઉતરી સરકારને ઘેરવાની ચેતવણી સાથે ચિમકી ઉચ્ચારી ખેડુતો ગાંધીજીના આદર્શો પર ચાલીને ન્યાય માંગનારા છે. પરંતુ ખેડુતોએ જયા લોહી સિંચ્યા છે એ આજીવિકાનુ સાધન જમીન પર ખેડુતોની મરજી વિરૂધ્ધ તરાપ મરાશે તો ખેડુતો ને ભગતસિંહ બનતા કોઈ રોકી શકશે નહીં. ચિમકી પત્રના અંતે જમીન મુદ્દે ગાંધીનગર ની ગાદી હચમચાવી નાંખવા ખેડુતો ખચકાશે નહીં તેમ જણાવાયુ છે.


