HSC બોર્ડમા અવ્વલ નંબરે ઉત્તિર્ણ થઈ કંદોઈ પરીવાર નુ ગૌરવ વધાર્યુ.

ટંકારાના જૈન વણીક સ્વ. શેઠ મનસુખલાલ કંદોઈ પરીવારની દિકરી સુહાની અશોકભાઈ કારાવડીયાએ ધોરણ ૧૨ કોમર્સ હાયર સેકન્ડરી બોર્ડ એક્ઝામમા ૯૯.૮૭ પી.આર. સાથે ઉત્તિર્ણ થઈ ટંકારા અને જૈન સમાજનુ ગૌરવ વધાર્યુ છે. સુહાની કારાવડીયાએ ઈકોનોમિકસમા ૧૦૦ માથી ૯૬, કોમર્સમા ૯૮, સ્ટ્રેટેસ્ટીક ૯૯ પ્રેક્ટીસ મા ૯૯ માર્ક્સ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. અશોકભાઈ પ્રવિણભાઈ કંદોઈ ની લાડકવાયી વધુ અભ્યાસ ક્ષેત્રે આગળ વધી કારકિર્દી ઘડવાની ઈચ્છા ધરાવે છે.આ તકે, જૈન પરીવારના મોભી રમેશભાઈ ગાંધી, હસમુખભાઈ જૈન, કમલેશ કારાવડીયા સહિતનાઓએ સુહાનીને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા. કન્યા છાત્રાલયમા અભ્યાસ કરતી ત્રણ બહેનપણીઓ પૈકી સુહાની પ્રથમ ક્રમાંકે તથા જુડવા બહેનો ક્રિસા સોલંકી અને કાવ્યા સોલંકી તૃતીય સ્થાને ઉત્તિર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી ત્રણેય દિકરીઓએ સાબિત કર્યુ હતુ કે, મક્કમ મનોબળ સાથે લક્ષ્ય સાધવાનો નિર્ધાર હોય તો સરકારી ગ્રાન્ટેડ શાળામા પણ ઉત્કૃષ્ટ પરીણામ મેળવી શકાય છે. સામાન્ય પરીવારની લાડકવાયી લક્ષ્મીના ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવારે પુષ્પગુચ્છ થકી અભિવાદન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેકામના પાઠવી હતી.


