ટંકારા: કોગ્રેસે મધરાતે આપની વિકેટ ખેરવી..

Advertisement
Advertisement
શહેર કોગ્રેસના બાહુબલી ચેતન ત્રિવેદીએ તમામ રાજનીતિના તડજોડ કરનારા પોઢી ગયા બાદ મધરાતે આપ ના ધર્મેન્દ્ર કકક્ડનો સંપર્ક કરી ઓપરેશન પાર પાડતા સ્થાનિક રાજકારણમા હડકંપ..
સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થયાની સાથે જ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારો પસંદ કરી જીતવાના સોગઠા ગોઠવી હરીફ છાવણીને મહાત કરવાના દાવપેચ ખેલવા ખેલાડીઓ કામે વળગી ગયા છે. એ મુજબ ટંકારા શહેર કોગ્રેસના બળુકા ગણાતા અગ્રણીએ આમ આદમી પાર્ટીના મહામંત્રીને સોમવારે  મધરાતે અંકે કરી કોગ્રેસનો ખેસ પહેરાવી ચુટણી પૂર્વે  આપ ની કમર ભાંગી નાખવા સાથે મુખ્ય હરીફ છાવણીમા સોપો પાડી દીધો હતો.
કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા -જીલ્લા પંચાયતની આગામી તા.૨૬ મીએ યોજાનારી ચુટણી પૂર્વે રાજકીય પક્ષો સમીકરણો ગોઠવવા અને પોતપોતાના પક્ષના ઉમેદવારો ને ચુટણી જંગમા ઉતારવા રીતસર ઉંધા માથે થયા છે. એ ટાકણે ટંકારા શહેર કોગ્રેસના બળુકા આગેવાન ગણાતા અને રાજરમતના અઠંગ ખેલાડી ગણાતા ચેતન ત્રિવેદીએ સોમવારે મધરાતે કોઈને ગંધ ન આવે એવી રીતે આમ આદમી પાર્ટીના મહામંત્રી ધર્મેન્દ્ર કક્કડનો સંપર્ક કોગ્રેસનો ખેસ પહેરાવી પોતાના પક્ષે અંકે કરી ચુટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીની કમર ભાંગી નાખવા સાથે મુખ્ય હરીફ છાવણીમા સોપો પાડી દેતા શહેરના રાજકારણમા ભારે ગરમાવો આવી ગયો છે.