મોરબી: પ્લાસ્ટિક ઉદ્યોગ પર ઈરાન-અમેરિકા યુધ્ધની અસર, કાચો માલ, આયાત ભાડામા વધારાને પગલે યુનિટો બંધ થવાની ભણક.

Advertisement
Advertisement
રો મટીરીયલ્સ મોંઘુ, ઉપરાંત કૃતિમ અછત ની આશંકા
ઈરાન ઈઝરાઈલ અને જગત જમાદાર અમેરીકા વચ્ચે ચાલી રહેલા યુધ્ધની અસર વર્તાઈ અને વૈશ્ર્વિક તેલ મા તોતિંગ ભાવ વધારો થયો છે. યુધ્ધ ના કારણે મહાકાય ઉધોગોમા કાચો માલના પરીવહનમા વિક્ષેપ ઉભો થતા ભાવવધારાની અસરથી ઉત્પાદન ખર્ચ વધવાથી સૌરાષ્ટ્રના મોરબી જીલ્લામા વિકસેલા પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઉદ્યોગ ને રો મટીરીયલમા ભાવવધારાની અસર થઈ છે.પરીણામે અનેક ઉધોગો બંધ થવાની કગાર પર છે. અને જો ખરેખર આમ થયુ તો હજારો પરીવારોની રોજગારી ઉપર સીધી અસર થવાની સંભાવના ઉધોગકારે વ્યક્ત કરી કૃતિમ અછત સર્જાવાની શંકા પણ વ્યક્ત કરી હતી.
ઈરાન અમેરીકા યુધ્ધની પરિસ્થિતિના પગલે સૌરાષ્ટ્ર ના મોરબી જીલ્લાના ઉધોગકારો, વેપારીઓ અને કામદાર વર્ગમા ચિંતાનુ વાતાવરણ સર્જાયુ છે. યુધ્ધને પગલે વૈશ્વિક તેલના ભાવમા 40 ટકા જેટલો વધારો થયો હોવાનુ જણાવી ફાલ્ગુન પટેલ નામના પ્લાસ્ટિક પોલિમર્સ ના ઉધોગપતિએ જણાવ્યુ હતુ કે, યુધ્ધ ની  અસર પોલિમર્સ- પીપી દાણા ના ભાવ પર પડવાથી સ્થાનિક યુનિટોના ઉત્પાદનખર્ચ મા ૪૦-૫૦ ટકા વધારો થયો છે, જેના કારણે ઘણા યુનિટો બંધ થવાની શક્યતા વર્તાઈ રહી છે. હોર્મુઝ ઓફ સ્ટી્ઝ માર્ગ પર શિપિંગ વિક્ષેપ આવ્યા છે, જેનાથી ભારત તરફ આવતા કાચા માલના ભાડા ત્રણ ચાર ગણા વધતા પોલિમર્સના આયાતી ભાવમા વધારો, કુડાના બજારમા અસ્થિરતા ની સ્થિતી વચ્ચે નાના-મધ્યમ ઉદ્યોગો ટકવા સામે પ્રશ્ન સર્જાયો છે. અહીંયા ૧૭૦ થી વધુ પોલીપેક અને ફિનીસીંગ યુનિટો છે, હજારો પરીવારોની રોજીરોટી ને સીધી અસર થવાની સંભાવના વચ્ચે રાહત જાહેર થાય એવી લાગણી વ્યક્ત કરતા વધુમા, જણાવ્યુ હતુ કે, વૈશ્વિક સ્તરે, મિડલ ઈસ્ટના યુધ્ધ થી પ્લાસ્ટિક પેકેજિંગ અને પોલિમર વેપાર પર અસર પડી છે, જેનાથી ભારત જેવા દેશોમા તેલ, એલએનજી અને કેમિકલ્સના આયાત પર દબાણ વધ્યુ છે. ભારતીય અર્થતંત્ર પર અસર થવા અંગે ઉધોગપતિ જણાવે છે કે, નિકાસી વસ્તુઓ જેમ કે ચોખા, ટેક્સટાઈલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર પણ ભાડાના વધતા ભાવની અસર પડી રહી છે. મોરબી જેવા વિસ્તારોમાં, જ્યાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઉદ્યોગ મુખ્ય આધાર છે, ત્યા રો મટીરીયલ્સ ના ભાવ મા ૪૦ ટકા જેવો ભાવ વધારો આવતા સ્થિતી ગંભીર બની છે. જોકે, ભાવ વઘારો માત્ર યુધ્ધ ના કારણે જ નહીં, પરંતુ સ્થાનિક કંપનીઓ દા્રા સ્ટોક હોલ્ડ કરી કૃત્રિમ અછત ઉભી કરાઈ રહ્યાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી.