ગામડાના રીઢા ગુન્હેગારે ગામમા હાથ અજમાવી દલ્લો ગામડે દાટી દીધોતો

ચાર દિવસ પૂર્વે ટંકારા તાબેના કલ્યાણપર ગામે વસતો પટેલ પરીવાર નજીકના અન્ય ગામડે વસતા સગાસ્નેહી પરીવારના આંગણે પ્રસંગ હોવાથી પોતાના ઘર ને તાળા મારી ચારેક કલાક માટે પ્રસંગમા ગયો હતો. આ દરમિયાન ધોળા દિવસે બંધ મકાનના તાળા તોડી કોઈ હરામખોર તસ્કર સોનાના ઘરેણા અને ઘરમા રાખેલ રોકડ રકમ સહીત રૂપિયા ૪. ૪૫ લાખનો દલ્લો ઉસેડી ગયો હોવાની જે તે વખતે ભોગ બનનારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. જોકે, પાછળથી ભોગ બનનારે ૨૫ લાખથી વધુ રકમ ચોરાઈ હોવાનુ જણાવતા બનાવની ગંભીરતા પારખી એલસીબીએ તપાસમા ઝંપલાવી છાનેખૂણે છાનભીન હાથ ધરી ગામડાના સ્થાનિક શખ્સને દબોચી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટંકારા તાલુકા મથકથી માત્ર ત્રણ કીમી દુર આવેલા નાનકડા કલ્યાણપર ગામના ખેતી સાથે વેપાર ધંધો કરતા પટેલ જયંતીલાલ વિરજી ઉજરીયા ગત તા.૧૪ મીએ નજીકના અન્ય ગામડે વસતા સગાસ્નેહીના આંગણે પ્રસંગ હોવાથી પરીવાર સાથે સગા ને ત્યા સવારે સાડા નવથી બપોરે દોઢ વાગ્યા સુધી ઘરને તાળા મારી ગયા હતા.માત્ર ચાર કલાક દરમિયાન ધોળા રેઢા રહેલા બંધ ઘરને હરામખોર અજાણ્યા ચોરોએ નિશાન બનાવી તસ્કરો સોનાના કિમતી ઘરેણા, ચાંદીના દાગીના ઉપરાંત ઘર મા રાખેલ રોકડા રૂપિયા બે લાખ બાર હજાર સહિત કુલ રૂપિયા ૪. ૪૫ લાખ ની માલમતા ઉસેડી ગયા હોવાની જે તે વખતે ભોગ બનનારે પોલીસમા ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસ તપાસ કરી રહી હતી. જોકે, પાછળથી ફરીયાદીએ સોના ચાંદીનો મોટો દલ્લો ઘરમાથી ગયો હોય અને ૨૫, ૨૧, ૮૫૫/- ની મતા ચોરાયાની ફરીયાદ કરતા રાજકોટ આઈજી અને મોરબી જીલ્લા પોલીસવડાએ બનાવની ગંભીરતા પારખી મોરબી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસમા ઝંપલાવવા સુચના આપતા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર મયંક પંડયાએ ચોરીના બનાવમા બ્રાન્ચના પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ, ફર્લોસ્કવોડના પો.સ.ઈ કણસાગરા સહિતની ટીમ સાથે છાનેખૂણે છાનભીન આદરી હ્યુમનસોર્સથી કલ્યાણપર ગામના સ્થાનિક સંધી સોહિલ સતાર દલ નામના શખ્સને ઉઠાવી લઈને પોલીસની ભાષામા આકરી પુછતાછ કરતા ચોરી પોતે કર્યાની કબુલાત આપી ચોરીનો જમીનમા દાટેલ મુદ્દામાલ કાઢી આપતા પોલીસે ચોરીનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે લઈ સોહિલ સંધીની ચોરીના ગુનામા ધરપકડ કરી વિશેષ તપાસ કરતા આરોપી રીઢો ગુન્હેગાર હોય અગાઉ ટંકારા પોલીસથાણામા એક અને આદીપુર (કચ્છ) મા ત્રણ મળી કુલ ચાર જુદા જુદા ગુન્હા નોંધાયા હોવાનુ જાણવા મળેલ હતુ.


