ટંકારામા વાહન સ્વચ્છ કરવા મુદ્દે વાંકુ પડતા ટંકારાના શખ્સે ધમાલ કરી સર્વિસ સ્ટેશનમા તોડફોડ કરી..

ટંકારા નજીક હાઈવે પર આવેલ સર્વિસ સ્ટેશનમા વાહન સર્વિસ કરાવવા મુદ્દે વાકુ પડતા સર્વિસ સ્ટેશન મા કામ કરતા કર્મચારી સાથે સ્થાનિક શખ્સે બબાલ કરી જાન થી મારી નાખવાની ધમકી મારી સર્વિસ સ્ટેશન મા તોડફોડ કરી નુકશાન કરતા સર્વિસ સ્ટેશન માલિકે ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
ટંકારાના મોરબી દરવાજા પાસે રહેતા આરીફ હાસમ અબ્રાણીએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓનુ ટંકારા હાઈવે પર વાહન સાફ સુથરા કરવા માટે નુ સર્વિસ સ્ટેશન આવેલ હોય જે સર્વિસ સ્ટેશન પર ગામનો સ્થાનિક કાસમ ઈબ્રાહીમ આમરોણીયા નામનો શખ્સ ને પોતાનુ વ્હીકલ સ્વચ્છ કરવા ના કોઈ મુદે્ સર્વિસ સ્ટેશન પર લેબર કામ કરતા સ્ટાફ સર્વિસ કરાવવા બાબતે વાકુ પડતા શરૂઆતે બબાલ કર્યા બાદ બેફામ ગાળો ભાંડીને સર્વિસ સ્ટેશન મા તોડફોડ કરી રોફ છાંટી નુકશાન પહોંચાડયુ હતુ. અને જતા જતા મજુર ને જાન થી મારી નાખવાની દાટી મારી હતી. પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


