મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીની દીકરીના લગ્ન તા. ૨૫ ફેબુઆરી ૨૦૨૦ ના રોજ ભીમરાવનગર વિસીપરા મોરબી ખાતે રહેતા આરોપી મહેશભાઈ નાનજીભાઈ ચૌહાણના દીકરા દીપકભાઈ સાથે સમૂહલગ્નમાં થયા હતા અને દીકરી સાસરે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી અને દીકરી ઘરે આંટો મારવા આવતી ત્યારે વાત કરી હતી કે સાસુ, બંને નણંદ અને દિયર રસોઈ બાબતે અને કરિયાવર બાબતે દુખ ત્રાસ આપી માર પણ મારે છે જેથી દીકરીને સાંત્વના આપી હતી દીકરીના સાસુ ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, નણંદ પુજાબેન હિતેશભાઈ સોલંકી, નણંદ પુનમબેન મહેશભાઈ ચૌહાણ અને દિયર નીતિનભાઈ મહેશભાઈ ચૌહાણે રસોઈ અને કરિયાવર બાબતે દુખ ત્રાસ આપી મેણા ટોણા મારી દીકરી પાયલને મરવા મજબુર કરતા દીકરીએ તા. ૨૪-૧૨-૨૦૨૦ ના રોજ સાસરીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીના વકીલ ડી આર અગેચણીયાએ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા મરણ જનારને કઈક પજવણી, ઉશ્કેરણી કે મદદગારી કરી હોવાનું દર્શાવતા પુરાવા ના હોવાની દલીલ કરી હતી અને મારનારને શારીરિક અને માનસિક ત્રાસ હતો તે આક્ષેપો ગુનાને સાબિત કરવા પુરાવા નથી જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૩૨૩, ૪૯૮ (એ) અને ૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ ડી આર અગેચણીયા, જે ડી અગેચણીયા, રવિ ડી ચાવડા, મહેશ્વરી મકવાણા, ક્રિષ્નાબેન અને કનૈયાલાલ બાવરવા રોકાયેલ હતા



