ટંકારા શૈક્ષણિક સંકુલમા BRC દ્વારા દિવ્યાંગ બાળકોના સામાજીક સન્માન માટે કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement
 ટંકારામા બીઆરસીએ દિવ્યાંગ બાળકોનુ સામાજમા સન્માનીય સ્થાન જળવાઈ એ માટે કાર્યક્રમ યોજયો.
Oplus_131072
ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના  દિવ્યાંગ છાત્રો માટે બીઆરસી ભવન ટંકારા દ્વારા સોશ્યલ ઈન્ક્લુઝન કાર્યક્રમ યોજી દિવ્યાંગ બાળકોને સામાજના દરેક સ્તરે સ્વીકારી અને દરેક પ્રવૃત્તિ મા સંપૂર્ણ સહકારનો ભાવ લોકોમા જાગૃત કરવા માટે સરાહનીય પ્રયાસ કરાયો હતો.
 ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ સાણજા ઉપરાંત, અરૂણભાઈ, નિમેષભાઈ સહિતના શિક્ષક મિત્રો દ્વારા બીઆરસી ભવનમા RBSK ના કેયુરભાઈ જાની, સ્પેશ્યલ એજ્યુકેટર પન્નાબેન રાઠોડ ના સહયોગ થી પ્રાથમિક અને માધ્યમિક કક્ષા ના દિવ્યાંગ વિધાર્થીઓ માટે ખાસ સોસીયલ ઈન્કલુઝન કાર્યક્રમ નુ આયોજન કર્યુ હતુ. કાર્યક્રમ થકી સમાજના દરેક લોકો ને દિવ્યાંગો પ્રત્યે ભિતરમા લાગણી જન્મે અને દિવ્યાંગ બાળકો ને સમાજના દરેક ક્ષેત્રે સામાજીક સન્માન ની લાગણી સાથે હુંફ મળે એવી જાગૃતિ ફેલાવવા ના ઉદેશ્યથી આયોજન કરાયુ હતુ.જેમા, દિવ્યાંગ બાળકો ના વાલીઓ ને બાળક સાથે ના વ્યવહાર નુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. ઉપરાંત, બાળકના આરોગ્ય, પોષણ, મળતા સરકારી લાભો અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. આ તકે, દિવ્યાંગ વ્યક્તિઓની સાફલ્ય ગાથા ચલચિત્ર દ્વારા દર્શાવી સહયોગી બનવા ટકોર કરી રમતગમત ક્ષેત્રે રૂચી હોય તો તેમા તે બાળક આગળ આવે તેમા પેરન્ટસે પણ પ્રોત્સાહિત વાતાવરણ પુરૂ પાડવા કૌશિકભાઈ, ઘનશ્યામભાઈ, હેમતભાઈ, સોનલબેન, પૂજાબેન, લક્કીભાઈ, હિતેષભાઈ, કાસુન્દ્રા, સાધનાબેન, કુબાવતભાઈ સહિતના શૈક્ષણિક- આરોગ્ય ક્ષેત્ર ના મિત્રો દ્વારા કાર્યક્રમ અનુરૂપ અપીલ કરાઈ હતી. અંત મા, ખેલ મહાકુંભ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા